Rajkumar rao અને wamiqa gabbi સ્ટારર ફિલ્મ “bhool chuk maaf” હાલમાં થિયેટર્સમાં રિલીઝ થઈ છે. ઑડિયન્સ અને ક્રિટિક્સ તરફથી ફિલ્મને પોઝિટીવ પ્રતિક્રિયાઓ મળી રહ્યાં છે. ફિલ્મની સ્ટોરી, ઍક્ટિંગ, અને દિગ્દર્શનની ખાસ પ્રશંસા થઈ છે. ફિલ્મ એક emotional threaler છે, જેમાં મુખ્ય પાત્રોના જીવનમાં આવેલી ભૂલો અને તેના પરિણામોની કથા છે. રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની ઍક્ટિંગને લોકો “અદભૂત” અને “હૃદયસ્પર્શી” બતાવે છે. ફિલ્મમાં સસ્પેન્સ અને ડ્રામાનો સંયોજન ઑડિયન્સને બાંધી રાખે છે.
આ ફિલ્મ એક ‘ટાઇમ લૂપ’ ડ્રામા છે. રંજન તિવારી (rajkumar) ટિટલી (wamiqa gabbi) સાથે પ્રેમમાં છે અને લગ્ન કરવા ઉતાવળા છે. પણ ટિટલીના પિતાની શરત છે: સરકારી નોકરી મળે તો જ લગ્ન! ત્યાં ભગવાનદાસ (sanjay mishra) આવે છે, જે પૈસા લઈને સરકારી નોકરી ફિક્સ કરે છે. અને… વોઇલા! નોકરી થઈ જાય છે. પણ હવે રંજન એક જ દિવસ વારંવાર જીવતો રહે છે. લોકોને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ કોઈ વિશ્વાસ કરતું નથી. શા માટે? કેવી રીતે? જાણવા ફિલ્મ જુઓ!
દિગ્દર્શક કરણ શર્માની movie point પર પહોંચતાં ખૂબ સમય લઈ લે છે (ટાઇમ લૂપની જેમ!). પહેલો હાફ તો બસ એક જ દૃશ્યનો પુનરાવર્તન લાગે. સંવાદો ક્યારેક તીક્ષ્ણ છે, પણ સ્ક્રીનપ્લે અસમાન છે – રાજકુમારની કોમિક ટાઈમિંગે જ ફિલ્મ સેવ થાય છે. મેડક પ્રોડક્શનની પેહલી ફિલ્મો જેવી કે ‘મીમી’, ‘લુકા છુપ્પી’, ‘તેરી બાતોં મેં…’માં આવી જ સેટઅપ જોઈ લીધી છે. અને સૌથી વધારે, પરિવારના સભ્યો વચ્ચે કેમિસ્ટ્રી જ નથી – જે ફિલ્મની ભાવનાને ઘણું નુકશાન પહોંચાડે છે.
રાજકુમારના અભિનયે ચમકતી આ ફિલ્મ ટાઇમ-લૂપ કોન્સેપ્ટ સાથે ન્યાય નથી કરી શકી. જોકે થોડા હાસ્યપ્રસંગો અને સંજય મિશ્રાની મસ્તી જોવા લાયક છે!
શું તમે આ મૂવી નું ટ્રેલર જોયું છે ના જોયું હોઈ તો એક વાર જરૂર જુવો…….
audience review :
“રાજકુમાર રાવ ફરી એકવાર પોતાની ઍક્ટિંગથી ઝંખવી નાખ્યા!”
“વામિકા ગબ્બીની પર્ફોર્મન્સ યાદગાર છે.”
“સ્ક્રીનપ્લે અને ટ્વિસ્ટ્સ અણધાર્યા છે.”
બોક્સ ઑફિસ પર અસર:
પોઝિટીવ રીવ્યુઝને કારણે ફિલ્મ થિયેટર્સમાં સારી ઓક્યુપેન્સી ધરાવે છે. દર્શકો ફિલ્મને “મનોરંજક અને વિચારપ્રેરક” ગણાવે છે. જો તમે થ્રીલર જેનર પસંદ કરો છો, તો આ ફિલ્મ જોવા લાયક છે.